CCC

(Course On Computer Concept )


              Course on Computer Concept [ CCC ] સરકારી ભરતીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે( CCC) તેમજ સરકારી કર્મચારીઓ માટે CCC( વર્ગ ૧ અને ૨) પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે, સરકારી કર્મચારીઓ ને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષાના નિયમો- ૨૦૦૬ની જોગવાઈ અનુસાર સરકારી કર્મચારીઓ/ અધિકારીઓએ બઢતી મેળવવા માટે તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC/ CCC ની પરીક્ષા પાસ કરવાની રહે છે. પગારમાં વધારો કરવા તેમજ બઢતી માટે CCC/ CCC પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે, જેથી કરીને ઉચ્ચતર પગાર માટે CCC/ CCC પરીક્ષા પાસ કરવાની રહે છે. તેમ છતાં, અધિકારીઓ/ સરકારી કર્મચારીઓ કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ ન કરવાને કારણે સમયસર ઉચ્ચતર પગાર કે બઢતી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે છે જે અટકે નહિ તેના માટે સરકારશ્રીએ સરકારી કર્મચારીઓ/ અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરી સરકારી કર્મચારીઓ/ અધિકારીઓના પગાર ધોરણ મજુર કરી શકાશે.     


વંચાણે લીધા : - 


  • >> સા.વ.વી.નો તા.૨૦/૦૬/૨૦૧૫ નો પરિપત્ર ક્રમાંક : પરચ/૧૦૨૨૦૦૫/૧૫૧૯/પાર્ટ.૧/ક. 
  • >> સા.વ.વી.નો તા.૨૦/૦૬/૨૦૧૫ નો ઠરાવ ક્રમાંક : કકપ/૧૦૨૦૦૫/૧૬૩/ક.
  • >> સા.વ.વી.નો તા.૨૦/૦૬/૨૦૧૫ નો તા.૦૪/૦૫/૨૦૧૬ નો ઠરાવ ક્રમાંક: કકપ/૧૦૨૦૦૫/૧૬૩/ક.


આમુખ : -


            સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ( ૧) પરના પરિપત્રથી" જે અધિકારીઓ/ કર્મચારીઓએ ૫૦ વર્ષ પુરા કરેલ હોય તેઓને અને હવે પછી જે અધિકારીઓ/ કર્મચારીઓ જે તારીખે ૫૦ વર્ષ પુરા કરશે તે તારીખથી તેઓને કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષાઓ( CCC/ CCC) પાસ કરવામાંથી મુક્તિ આપવાની રહેશે અને આ રીતે મુક્તિ મેળવેલ અધિકારીઓ / કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ/ તેમજ બઢતી મેળવવાને પાત્ર ગણાશે" તે મુજબની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 


            તેમજ સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ( ૨) અને( 3) પરના ઠરાવોથી જે" કર્મચારી/ અધિકારીઓએ" કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરેલ નથી. પરંતુ તેઓને બઢતીની તમામ જોગવાઈઓ/ સરતો સંતોષતા હોયતો તેઓને બઢતી માટે યોગ્ય ગણી તેઓનું નામ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પરંતુ આવા અધિકારીઓ / કર્મચારીએ પસંદગી યાદીના છેલ્લા ક્રમ પરના ઉમેદવારને બઢતી આપવામાં આવે અથવા બઢતી માટેની ખાતાકીય પસંદગી સમિતિની બેઠકની તારીખથી એક વર્ષ, તે બે માંથી જે મોડું હોય ત્યાં સુધીમાં કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરેલ હશે તો જ તેઓને બઢતી આપવાની રહેશે. આ અંગે જે તે વિભાગના/ કચેરીએ સંબંધિત કર્મચારી/ અધિકારીને ખરેખર બઢતી આપવામાં આવે ત્યારે તેઓએ કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરી હોવાની ચકાસણી કરવાની રહેશે" તે મુજવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 


            આથી, ઉક્ત વંચાણે લીધેલ ક્રમ [૧] પરના પરિપત્રની સૂચનાઓ ધ્યાને લઇ, ઉક્ત વંચાણે લીધેલ ક્રમ [ ૨]  અને [ 3] પરના ઠરાવોથી થયેલ ઉપરોક્ત જોગવાઈમાં આથી નીચે મુજબનો સુધારો ઠરાવવામાં આવે છે


ઠરાવ :-


            જે કર્મચારી/ અધિકારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરેલ નથી પરંતુ તેઓ બઢતીની અન્ય તમામ જોગવાઈઓ/ શરતો સંતોષતા હોય તો તેઓને બઢતી માટે યોગ્ય ગણી તેઓનું નામ પસંદગી યાદીમાં સમાવવાનું રહેશે. પરંતુ આવા અધિકારીઓ / કર્મચારીઓ એ પસંદગી યાદીના છેલ્લા ક્રમ પરના ઉમેદવારને બઢતી આપવામાં આવે અથવા બઢતી માટેની ખાતાકીય પસંદગી સમિતિની બેઠકની તારીખથી એક વર્ષ, કે તે બેમાંથી જે મોડું હોય ત્યાં સુધીમાં કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કર્યેથી કે ૫૦ વર્ષ પૂર્ણ કર્યેથી કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મેળવેલ હશે તો જ તેઓને નોયામોનુસારની બઢતી આપવામાં આવે ત્યારે તેઓએ કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરેલ હોવાની કે ૫૦ વર્ષ પૂર્ણ કરવાથી કોમ્પ્યુટર કૌશલ્યની CCC/ CCC પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મેળવેલ હોવાની પુરતી ખરાઈ કરી લેવાની રહેશે. 


કોમ્પ્યુટરની કૌશલ્યની પરીક્ષા માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી : પરિપત્ર  


કોમ્પ્યુટરની કૌશલ્યની પરીક્ષા માંથી મુક્તિ આપવાનો GAD પરિપત્ર : પરિપત્ર 



CCC/CCC+  Syllabus 





નોંધ :- 

            કોમ્પ્યુટરની પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ સરકારી કર્મચારીઓ / અધિકારીઓને આ માહિતી ઉપયોગી થશે.