A1 Computer Education

Lesson 4 (Computer Parts)

 Computer Parts (કોમ્પ્યુટરના ભાગો)


કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? 

કોમ્પ્યુટરના એવા ભાગો કે જેને નારી આંખે જોઈ શકાય, જાણી શકાય તેમજ કોમ્પ્યુટર બંધ હોવા છતાં તેને અટકી શકાય તેને હાર્ડવેર કહેવાય છે. "હાર્ડવેર" શબ્દ તમે જરૂર સંભાળ્યો હશે, કોઈ પણ વ્યક્તિ જયારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે ત્યારે હાર્ડવેરની મદદથી કોમ્પ્યુટર ને પોતાના કામમાં સરળતાથી ઉપયોગમાં લઇ શકે છે. કોમ્પ્યુટર હાર્ડવેરની મદદથી જ કોમ્પ્યુટર ચલાવી શકાય.કોમ્પ્યુટરના  જેટલા પણ ભૌતિક ભાગ છે જેને તમે હકીકતમાં અડકી શકો છો અને જોઈ શકો છો જેમ કે...માઉસ, કીબોર્ડ, મોનિટર, પ્રિંટર, સીપીયુ વગેરે...આ કોમ્પ્યુટરનાં ભાગો છે જેને હાર્ડવેર કહેવાય છે.

કોમ્પ્યુટર અલગ-અલગ ભાગનું બનેલું એક મશીન છે અને કોમ્પ્યુટરના અલગ-અલગ ભાગો ને જોડીને આ કોમ્પ્યુટર તૈયાર થાય છે. કોમ્પ્યુટરના જેટલા પણ ભાગ છે જેને આપણે અડી શકીએ, પકડી શકીએ એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઇ જઈ  શકીએ તેને હાર્ડવેર કહેવાય છે.



કોમ્પ્યુટરને સામાન્ય રીતે કાર્યરત કરવા માટે ચાર પાર્ટ્સ નો ઉપયોગ થાય છે. તમારી જરૂરિયાત પ્રમાણે કોમ્પ્યુટર સાથે ઘણા બધા પાર્ટ્સ જોઈન્ટ કરી સકાય છે. 
  •    કોમ્પ્યુટરના ભાગો (Parts of Computer) ઉપર જણાવેલ આકૃતિ પ્રમાણે જોઈ શકાય. 
1. Monitor (VDU - Visual Display Unit)

મોનિટરએ એક આઉટપુટ ડીવાઈસ છે જેમાં કોમ્પ્યુટરમાં કરવામાં આવતી તમામ પ્રવૃત્તિ ચિત્ર સ્વરૂપે જોવા મળે છે. મોનીટર એ એક એવું મશીન છે  જેમાં કોમ્પ્યુટરની માહિતી સ્ક્રીન પર જોઈ શકાય છે. કોમ્પ્યુટર પર આપણે જે કઈ પણ કાર્ય કરીએ છીએ તે તમામ કાર્ય આપણને મોનીટરમાં દેખાય છે. મોનીટરને કારણે આપણે કોમ્પ્યુટર પર જડપથી ચિત્ર સ્વરૂપે કાર્ય જોઈ ને કરી શકીએ છીએ. મોનિટર કમ્પ્યુટરમાં જોવા માટે ખૂબ જરૂરી હાર્ડવેર છે. જો તમે કમ્પ્યુટરમાં કોઈ પણ કામ કરશો તો તે કામ તમારે મોનિટરમાં જ જોઈને કરવું પડશે કારણકે મોનિટર કમ્પ્યુટરનું મુખ્ય સ્ક્રીન છે, મોનિટર સીપીયુ સાથે અને તેના પાવરકેબલ સાથે જોડાયેલુ હોય છે. પાવર કેબલ 3 પીનનું કનેક્ટર હોય છે જે મેન બોર્ડમાં કનેક્ટ થાય છે. 

કોમ્પ્યુટર મોનીટર સ્ક્રીન નીચે મુજબ જોવા મળે છે જેને Desktop કહેવાય છે. 


 






Post a Comment

0 Comments