A1 Computer Education

Lesson 7 ( Mouse )

 Computer Parts ( Mouse )


કોમ્પ્યુટરમાં માઉસ એ એક ઈનપુટ ડીવાઈસ તરીકે વપરાય છે. કોમ્પ્યુટર સ્ક્રીન પર અલગ - અલગ જગ્યા એ કમાંડ આપવા માટે તેમજ સ્ક્રીન પર જડપથી કાર્ય કરવા માટે માઉસ નો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં માઉસ 'પોઇંટીંગ ડિવાઇસ' તરીકે કાર્ય કરે છે.જે આધાર સપાટી પરની દ્વિ-પરિમાણી હલનચલનને નોંધે છે.નક્કર રીતે જોઇએતો માઉસ એ વપરાશકારનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર (વ્હિલ) પણ હોય છે.વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ, વાયરલેસ માઉસ, વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે

( Mouse Types )



ડેસ્કટોપ કોમ્યુટરમાં CPU સાથે કીબોર્ડ અને માઉસ ત્રણ રીતે કનેક્ટ કરી શકાય છે. જેમાં USB - માઉસ, પર્સનલ સીસ્ટમ - ૨, અને વાયરલેસ માઉસ.

( Mouse Switch )


કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે ઈનપુટ ડીવાઈસ તરીકે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે. જેમાં માઉસ કોમ્પ્યુટર સ્ક્રીન પર જુદી - જુદી જગ્યા એ જડપથી કાર્ય કરવા માટે વપરાતું ઈનપુટ ડીવાઈસ છે. માઉસ પર પર સ્વીચ આપેલ હોય છે. 

(૧ ) Left Click (ડાબી બાજુનું બટન)
Single Click : માઉસના ડાબી બાજુના બટન પર એક વાર ક્લિક કરવાથી તે ફાઈલ કે ફોલ્ડર સિલેક્ટ થાય છે.
Double Click :  માઉસના ડાબી બાજુના બટન ને એકસાથે બે બાર પ્રેસ (Click) કરવાથી તે ફાઈલ કે ફોલ્ડર ઓપન કરી સકાય છે. 

(૨ ) Right  Click (જમણી બાજુનું બટન)
માઉસના જમણી બાજુના બટનથી કોમ્પ્યુટર સ્ક્રીન પર કોઈ પણ જગ્યા એ  ક્લિક કરવાથી ઓપ્સન જોઈ શકાય છે.

(3) Scroll Button (માઉસનું વચ્ચે નું બટન)
માઉસ ના ડાબી અને જમણી બાજુના બટનની વચ્ચે સ્ક્રોલ બટન આપેલ હોય છે. જેનો ઉપયોગ કોમ્પ્યુટર સ્ક્રીન પર માહિતી ને ઉપર નીચે લઇ જવા માટે થાય છે. એક કરતા વધુ પેજ જોવા માટે આ સ્ક્રોલ બટનનો ઉપયોગ ઉપર નીચે સ્ક્રોલ કરીને કરી સકાય છે. 


                                                              




Post a Comment

0 Comments